ઉચ્છલ તાલુકામાં નારણપુર ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં સફળ પ્રસૂતિ કરાવી : માતા અને નવજાત શિશુ સુરક્ષિત

0
ઉચ્છલ તાલુકામાં નારણપુર ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં સફળ પ્રસૂતિ કરાવી: માતા અને નવજાત શિશુ સુરક્ષિત
Contact News Publisher

?(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ હંમેશા કટોકટીના સમયે લોકો માટે સંજીવની સમાન સાબિત થતી આવી છે. તાજેતરમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં નારણપુર લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ અને સુરક્ષિત પ્રસૂતિ (ડિલિવરી) કરાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના અડગામ ગામના સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની ઉપડેલી પીડા બાદ ૧૦૮ ઇમરજન્સી સર્વિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલ ઝાડ મળતા જ નારાણપુર લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક દર્દીની મદદ માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને દર્દીને હોસ્પિટલ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા.

દરમિયાન, રસ્તામાં મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા પરિસ્થિતિ નાજુક બની હતી. આ સમયે નારણપુર ૧૦૮ એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા EMT મહિમા વલવી અને પાયલોટ પ્રફુલ્લ ચૌધરી દ્વારા વિલંબ કર્યા વિના અમદાવાદ હેડ ઓફિસ ખાતે સ્થિત ERCP ડૉ. કૃષ્ણા (Dr. Krishna) સાથે ટેલિફોનિક સંપર્ક કરી, તેમના યોગ્ય માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકની સ્થિતિ સામાન્ય જણાતા બંનેને વધુ સારવાર માટે ઉચ્છલ CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

નારણપુર ૧૦૮ ટીમની આ પ્રશંસનીય અને સમયસૂચક કામગીરી બદલ EME મયંક સર તથા PM અભિષેક ઠક્કર સર દ્વારા ટીમની સરાહના કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે દર્દીના પરિવારજનો અને ગ્રામજનોએ પણ ૧૦૮ ની આ કામગીરીને બિરદાવી સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

“હંમેશા કટોકટીના સમયે ૧૦૮ નો સંપર્ક કરો, તમારી સેવા માટે હંમેશા તત્પર છે ૧૦૮.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other