નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત "બેટી બચાવો, બેટી પઢાવો દિવસ"ની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનના સંદેશ સાથે વ્યારા તાલુકાના વિદ્યાકુંજ વિદ્યાલય, વીરપુર ખાતે વિદ્યાર્થીઓને દીકરીઓના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩.  નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી નિમિત્તે આજે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા વ્યારા તાલુકાના વિદ્યાકુંજ વિદ્યાલય, વીરપુર ખાતે સંયુક્ત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

“બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. દીકરીઓને સમાન અધિકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી સમાજના વિકાસમાં સમાન ભાગીદાર બને તે માટે સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.

 

કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ, કાઉન્સેલિંગ, પોલીસ, કાનૂની તથા અન્ય જરૂરી સહાય સેવાઓ અંગે માહિતી આપવામાં આવી.

 

તે જ સાથે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા બાળમજૂરી, બાળલગ્ન, બાળ શોષણ, બાળ તસ્કરી તેમજ સંકટગ્રસ્ત બાળકો માટે ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક બચાવ, કાઉન્સેલિંગ, પુનર્વસન અને સુરક્ષા સેવાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તથા જરૂરિયાત સમયે 1098 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી.

 

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મહિલા અને બાળ સુરક્ષા અંગે જાગૃત રહેવા, પોતાના અધિકારો વિશે માહિતગાર બનવા તેમજ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનની સેવાઓનો નિઃસંકોચ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ બેટી બચાવો, બેટી પઢાવો”ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો તથા મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા માટે સજાગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

 

આ સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવાની સાથે વિદ્યાર્થીઓમાં દીકરીઓના શિક્ષણ, મહિલા સુરક્ષા અને બાળ સુરક્ષા અંગે અસરકારક જાગૃતિ ફેલાવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other