વાલોડ તાલુકામાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે તથા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.01 :- તાપી જિલ્લામાં વર્તમાન વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાલોડ તાલુકાના સ્થાનિક રહીશો તેમજ શેલ્ટર હોમના આશ્રિતોના આરોગ્યની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આરોગ્ય તપાસણી સાથે પાણી ઉકાળીને પીવા તથા આવી પરિસ્થિતિમાં જરૂરી કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે જ નાગરિકોને જરૂરી દવાઓ, ક્લોરીનની ગોળીઓ અને ઓઆરએસ..ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે આરોગ્ય ટીમ દ્વારા એન્ટી-લાર્વલ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
