સોનગઢમાં નેશનલ હાઈવેથી માંડળ જાગૃતિ હાઈસ્કૂલ માર્ગના કોઝવે પર યુદ્ધધોરણે સફાઈ કામગીરી કરાઈ
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.01 :– હવામાન વિભાગ દ્વારા તાપી સહિત વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ અને એક્શન મોડ પર કામગીરી કરી રહ્યુ છે.
સોનગઢ તાલુકામાં નેશનલ હાઈવેથી માંડળ જાગૃતિ હાઈસ્કૂલ તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે પર વરસાદી પાણી સાથે તણાઈ આવેલો કચરો, ઝાડી-ઝાંખરા સહિત અન્ય અવરોધો દૂર કરાયા હતા. સાથોસાથ, વિવિધ વિસ્તારોમાં પણ સતત દેખરેખ રાખીને ત્વરિત સ્વચ્છતા અને પાણીના નિકાલ કરી નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા તંત્ર ખડેપગે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
