સોનગઢમાંથી નાર્કોટીકસ પદાર્થ એમ.ડી. સાથે એક આરોપીની ધરપકડ કરતી તાપી એસ.ઓ.જી. ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઇએ એન.ડી.પી.એસ.નાં કેસો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને, પોલીસ ઇન્સ્પેકટર કે.ડી. મંડોરા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ, આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ, અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ, આ.પો.કો. અક્ષયકુમાર કાંતિલાલ વિ. પોલીસ માણસો એન.ડી.પી.એસ.નાં કેસો શોધી કાઢવા પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન તા ૨૫/૭/૨૦૨૬ના રોજ સોનગઢ સોનાનગર સોસાયટી થી દરગાહ તરફ જતા રસ્તા ઉપર થી સચિનભાઈ ભીખાભાઇ ભોઈ રહે મૂળ મચ્છી બજાર શહાદા નંદુરબાર જી. નંદુરબાર હાલ રહે.ઉકાઇ જૂની શાકભાજી માર્કેટ ઉકાઇ તા.ઉકાઇ જી.તાપીનાં કબ્જામાંથી મેફેડ્રોન ડ્રગ્સ કુલ વજન ૪.૯૨ ગ્રામ કિમંત રૂપીયા ૧૪,૭૬૦/-તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપીયા ૩૯,૭૬૦/-ની સાથે પકડાઇ જતા મેફેડ્રોન ડ્રગ્સ આપનારને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પો.સ્ટે ખાતે NDPS એક્ટ મુજબનો ગુનો દાખલ કરાવેલછે. તેમજ આ ગુનાની તપાસ સોનગઢ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) સચિનભાઈ ભીખાભાઇ ભોઈ રહે મૂળ મચ્છી બજાર શહાદા નંદુરબાર જી. નંદુરબાર હાલ રહે.ઉકાઇ જૂની શાકભાજી માર્કેટ ઉકાઇ તા.ઉકાઇ જી.તાપી
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી. કે.ડી. મંડોરા. એસ.ઓ.જી. તાપી., (૨) પો.સ.ઇ.શ્રી એન.પી. ગરાસીયા એસ.ઓ.જી. તાપી, (૩) એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ, (૪) એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, (૫) અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ, (૬) આ.હે.કો. રાજેશભાઇ જુલીયાભાઇ, (૭) અ.હે.કો. હિરેનભાઇ ચીમનભાઇ, (૮) અ.હે.કો. કમલેશભાઈ કૃષ્ણાભાઇ, (૯) આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ, (૧૦) અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ, (૧૧) આ.પો.કો અક્ષયકુમાર કાંતિલાલ, (૧૨) ડ્રા.પો.કો. અનિલભાઈ ઠગુભાઈ.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
