તાપીમાં અતિભારે વરસાદની સ્થિતિ સંદર્ભે વાસ્મોના સીઈઓશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

0
તાપીમાં અતિભારે વરસાદની સ્થિતિ સંદર્ભે વાસ્મોના સીઈઓશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Contact News Publisher

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત-બચાવ કામગીરીની સરાહના કરતાં શ્રીમતી ચારણ

—  

તમામ વિભાગો વચ્ચે સતત સંકલન અને સ્પષ્ટ સંચાર જાળવી રાખવા અધિકારીઓને માર્ગદર્શન

— 

શાળાઓની સ્થિતિ ચકાસી સોમવારથી વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ખાસ સૂચના

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 24. – વાસ્મો, ગુજરાતના સીઇઓ શ્રીમતી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને અને તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શુક્રવારે જિલ્લામાં અતિભારે વરસાદ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

આ બેઠક દરમિયાન શ્રીમતી ચારણે તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ સંબંધિત વિભાગો દ્વારા ભારે વરસાદની સ્થિતિમાં કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, સ્થળાંતરની વ્યવસ્થા, પાક નુકસાની, વરસાદના આંકડા, ડેમની સ્થિતિ તેમજ જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓ અને ગામોની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

 

તેમણે જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ લાઇન ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઈપણ પ્રકારનો સંચાર અભાવ ન રહે અને પરસ્પર સંકલન જાળવી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવે… તેમણે છેલ્લા બે દિવસ દરમિયાન તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ત્વરિત અને સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી.

 

આ તકે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ માર્ગોની સ્થિતિ, પાણીનો નિકાલ, નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને સ્વાસ્થ્ય સેવાઓ અંગેની કામગીરીની માહિતી આપી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી કે, સોમવારથી શાળાએ આવનારા બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને રજા દરમિયાન જ શૈક્ષણિક સંસ્થાઓના મકાનો તથા પરિસરની ચકાસણી કરી લેવી, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *