પાણી પુરવઠા બોર્ડ અને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી

0
પાણી પુરવઠા બોર્ડ અને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની સમીક્ષા બેઠક
Contact News Publisher

આગામી ઉનાળાના સમયને ધ્યાને લઇ પીવાના પાણીના પ્રશ્નો ગામોમાં ન ઉદભવે તે માટે ગ્રામ્યસ્તરે નક્કર આયોજન હાથ ધરવા કલેક્ટરશ્રીની તાકીદ

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04. :- તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલેની ઉપસ્થિતિમાં બુધવારે કલેકટર કચેરીના સભાખંડ ખાતે ‘ગુજરાત પાણી પુરવઠા બોર્ડ’ તેમજ ‘જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

બેઠક દરમિયાન જિલ્લામાં પીવાના પાણીની સુવિધા, જૂથ પાણી પુરવઠા યોજનાઓની પ્રગતિ અને જળ વ્યવસ્થાપન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

 

આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને કલેક્ટરશ્રીએ પીવાના પાણીના પ્રશ્નો ગામોમાં ન ઉદભવે તે માટે ગ્રામ્યસ્તરે નક્કર આયોજન હાથ ધરવા તેમજ ગેપ કનેક્ટીવીટીની નવિન યોજનાઓની મંજુરી મેળવી આયોજનબદ્ધ કામગીરી કરવા જણાવ્યું હતું.

 

સાથોસાથ, પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા ચકાસણી અભિયાન ચલાવવા તેમજ ગ્રામ પંચાયતોને હેન્ડ ઓવર કરેલ નલ સે યોજનાઓની મરામત અને નિભાવણી અંગે પણ ચર્ચા કરાઈ હતી.

 

આ બેઠકમાં કાર્યપાલક ઇજનેરશ્રી ડી. એલ. ટંડેલ, વાસ્મોના સભ્ય સચિવ શ્રી વાય. આર. ગરાસીયા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *