આત્મનિર્ભરતાની નવી દિશા : મિશન મંગલમ અને RSETIની તાલીમ થકી પગભર બન્યા સરકુવા ગામના યોગિતાબેન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. – સરકારશ્રીના મહિલા સશક્તિકરણનો અભિગમ ગ્રામીણ ક્ષેત્રની બહેનોને આત્મનિર્ભર બનાવી સમાજમાં એક આગવી ઓળખ અપાવી રહ્યા છે. આવા જ એક પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સરકુવા ગામના વતની યોગિતાબેન રવિન્દ્રભાઈની છે. સામાન્ય ગૃહિણી તરીકે જીવન વિતાવતી ગ્રામીણ મહિલા પોતાની આંતરિક આવડત અને હુનરને વ્યવસાયિક રૂપ આપીને આર્થિક રીતે પગભર બની શકે છે, તે યોગિતાબેને સાબિત કરી બતાવ્યું છે.
સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા યોગિતાબેન હર્ષભેર જણાવ્યુ કે, RSETIની તાલીમે અમને માત્ર કામ શીખવ્યું નથી, પરંતુ આત્મસન્માન સાથે જીવવાની અને જાતે પગભર બનવાની તાકાત આપી છે. ‘મિશન મંગલમ’ યોજનાના સહયોગથી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ખાતે વ્યવસાયલક્ષી કૌશલ્ય વર્ધન તાલીમ મેળવી હતી. આ તાલીમ દરમિયાન તેમણે વિવિધ પ્રકારની આકર્ષક બેગ, ઘર સુશોભનની અવનવી ડેકોરેશન સામગ્રી તેમજ સુંદર ઝૂલા બનાવવાની પદ્ધતિસરની કળા આત્મસાત કરી હતી.
તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ તાલીમે તેમનામાં નવો આત્મવિશ્વાસ ફૂંક્યો અને તેમણે જાતે જ વિવિધ ઉત્પાદનો તૈયાર કરવાનું શરૂ કરીને યોગિતાબેન વેચાણ થકી પરિવારને આર્થિક સહયોગ પૂરો પાડી રહ્યા છે.
○○○
