‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

0
‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04. – ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જયંતિ નિમિત્તે આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય અને ઉચ્છલના બાબરઘાટ ખાતે મુખ્ય કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેના સુચારુ આયોજન માટે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મંગળવારે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

 

આ પ્રસંગે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કાર્યક્રમના સ્થળોએ પ્રાથમિક સુવિધાઓ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ સહિતની તમામ આનુષંગિક તૈયારીઓ તેમજ તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

 

નોંધનીય છે કે, તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા વિધાનસભા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તાર હેઠળ યોજાનાર કાર્યક્રમમાં સમાવિષ્ટ તાલુકાઓના લાભાર્થીઓ, વ્યક્તિ વિશેષ તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવશે.

 

નોંધનીય છે કે, તા. ૧૨ થી ૧૮ નવેમ્બર સુધી “જન જાતિય ગૌરવ સપ્તાહ” દરમિયાન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોના ઉજવણીનું આયોજન છે.

 

આ બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા અને જયરામભાઈ ગામીત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપનિલ સિસલે, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *