ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ મુલાકાત લીધી

0
ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ મુલાકાત લીધી
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 24.- તાપી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે વ્યારા નગરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

 

ગત ગુરુવારના રોજ વ્યારા શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વ્યારા નગરના વેગી ફળિયા વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં પરિવારોને અસર પહોંચી હતી.

 

આ પરિસ્થિતિને ધ્યાને લઈને વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ વેગી ફળિયા વિસ્તારમાં પહોંચી અસરગ્રસ્ત નાગરિકોની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને નુકસાન અંગે માહિતી મેળવી હતી. સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી કામગીરી હાથ ધરવા તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.

 

ધારાસભ્યશ્રીએ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપી મદદ પહોંચાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેમજ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *