સોનગઢના શ્રવણીયા એપ્રોચ રોડ પર પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા કોઝવે અને નાળાંની સઘન સફાઈ કામગીરી હાથ ધરાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.24. – તાપી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, તાપી-વ્યારા દ્વારા પ્રજાજનોની સુવિધા અને સુરક્ષા માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સોનગઢ તાલુકાના શ્રવણીયા એપ્રોચ રોડ પર આવેલ કોઝવે તથા એચ.પી. કલ્વર્ટ (નાળાં) માં વરસાદી પાણીના વહણ સાથે તણાઈ આવેલા લાકડાં, કચરો અને ઝાડી-ઝાંખરાં જામી જતાં પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હતો.
સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમે જેસીબી મશીન તથા શ્રમિકોની મદદથી કોઝવે અને નાળાંની ત્વરિત સફાઈ કરી પાણીના વહેણને પૂર્વવત કરાવ્યું હતુ.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
