રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્લબ’ સહિત 8 એવોર્ડ એનાયત થયા

0
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્લબ' સહિત 8 એવોર્ડ એનાયત થયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯.  રોટરી ડિસ્ટ્રિક્ટ: ૩૦૬૦ નું વાર્ષિક અધિવેશન વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રનાં નંદુરબારથી લઇ સૌરાષ્ટ્ર વિસ્તાર સહિતની ૧૦૬ ક્લબોનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જે પૈકી શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં, જે અંતર્ગત ટોપ ૨૦ રોટેરીયન્સ શ્રેણીમાં મનીષ શ્રોફ, બેસ્ટ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી આર. ડી. માને, બેસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર જીજ્ઞેશ પટેલ, બેસ્ટ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી પ્રતિક માવાણી, બેસ્ટ એપ્રિસિએશન એવોર્ડ પંકજ ભરવાડા સહિત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને બેસ્ટ ઓફ ધ બેસ્ટ કલબનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ તકે ક્લબનાં પ્રમુખ પંકજ ભરવાડા, ઇનર વીલ ક્લબ ઓફ અંકલેશ્વર પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, અશોક પંજવાણી, મીરા પંજવાણી સહિતનાં રોટેરિયનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ અંકલેશ્વરની આ સિદ્ધિને ઉત્સાહપૂર્વક બિરદાવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *