છેલ્લા ૨૪ કલાકમાં વાલોડ તાલુકામાં સૌથી વધુ ૫૨ મિ.મિ. વરસાદ નોંધાયો
Contact News Publisher


તાપી જિલ્લો “મોન્સૂન-૨૦૨૬” :
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 30. :- તાપી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડા અનુસાર, તા. ૩૦/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ વાલોડ તાલુકામાં ૫૨ મિ.મિ. નોંધાયો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે, જેમાં કુકરમુંડા તાલુકામાં ૧૯ મિ.મિ. જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વ્યારા, ડોલવણ અને ઉકાઈ તાલુકામાં સરખો ૩-૩ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
