તાપી જિલ્લાની નદીઓ, તળાવો અને જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 29 :- તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં આવેલા વિવિધ નદી, તળાવ, નહેર અને જળાશયોના પાણીમાં પ્રવેશ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા મુજબ, વ્યારા ટાઉન વિસ્તારમાં આવેલું નગરપાલિકા હસ્તકનું તળાવ, ઉકાઈ ડાબા કાંઠાની નહેર, છીંડીયા ગામના ચાંચ ફળિયામાં આવેલો ઝાંખરી નદીનો કિનારો, વેલ્દા બંધાર ફળિયામાં વિશ્રામગૃહ પાસે, ઇન્દુ તથા રામકુવા નજીકના ગામોના અમૃત સરોવર, આ ઉપરાંત, ચિખલી ગામે મીંઢોળા નદી તેમજ ચિખલી ડેમનો વિસ્તાર, વિરપુર, તાડકુવા અને કાટગઢ ગામોમાં મીંઢોળા નદી કિનારાનો વિસ્તાર, ચુનાવાડી ખાપરી નદીના બંધાર નજીકનો વિસ્તાર તેમજ કણઝા, કાળા વ્યારા અને બેડકુવાદુર ગામે આવેલો તાપી નદીના કિનારાનો વિસ્તાર.
થુટી (ઇરીગેશન) વિસ્તાર, જામકી (મીની ગોવા) ઉકાઈ જળાશયનો વિસ્તાર, હરીપુર (ઇરીગેશન) ઉકાઈ જળાશયનો વિસ્તાર અને વડદેખુર્દ (ઇરીગેશન) ઉકાઈ જળાશયનો વિસ્તાર. ડોસવાડા ડેમસાઈટ, ડોસવાડા ગામનો વિસ્તાર તેમજ ઉકાઈ ડેમના જળાશય હેઠળનો સંપૂર્ણ વિસ્તાર. પદમડુંગરી ઇકોટુરિઝમની બાજુમાં આવેલ અંબિકા નદીના બ્રિજ પાસેનો વિસ્તાર. વાલોડ વાલ્મીકી નદીના પુલ પાસેનો વિસ્તાર તેમજ બાજીપુરા બજાર પાસે મીંઢોળા નદીના નાના પુલ પાસેનો વિસ્તાર.
આ જાહેરનામાની અમલવારી તા. ૨૩/૦૮/૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
