નિઝર તાલુકામાં મહેસૂલ વિભાગના નાયબ સચિવશ્રી મનોજકુમાર જેઠવાની ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો

0
નિઝર તાલુકામાં મહેસૂલ વિભાગના નાયબ સચિવશ્રી મનોજકુમાર જેઠવાની ઉપસ્થિતિમાં 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' યોજાયો
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૪. :- બાળકોમાં પ્રાથમિક સ્તરથી જ ઉત્કૃષ્ટ શિક્ષણની સાથે-સાથે નૈતિક મૂલ્યોનું સિંચન કરવાના ઉમદા આશય સાથે નિઝર તાલુકા ખાતે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ મહેસૂલ વિભાગ, ડેપ્યુટી સેક્રેટરીશ્રી મનોજકુમાર એન. જેઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

 

મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને સંબોધતા નાયબ સચિવશ્રી જેઠવાએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. આ અવસરે તેમના હસ્તે રાયગઢ પ્રાથમિક શાળામાં આંગણવાડીના ૨૨ બાળકો અને બાલવાટિકાના ૩૮ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.

 

આ ઉપરાંત, ઉત્તર બુનિયાદી શાળા-વેલદા ખાતે ધોરણ-૯ માં ૮૦ વિદ્યાર્થીઓને અને ધોરણ-૧૧ માં ૬૦ વિદ્યાર્થીઓને જ્યારે પીએમશ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ-ખોડદાના કુલ ૮૮ વિદ્યાર્થીઓને ધોરણ-૯ માં અને ૯૦ વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ માં પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરાયા હતા.

 

આ પ્રસંગે તેમણે શાળા પરિસરની મુલાકાત લઈ સ્વચ્છતાની સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો અને ગ્રામજનો સાથે બેઠક યોજીને દીકરીઓના શિક્ષણ (કન્યા કેળવણી) પર વિશેષ ભાર મૂક્યો હતો અને વાલીઓને પોતાના બાળકોની નિયમિત હાજરી બાબતે સજાગ રહેવા ખાસ અપીલ કરી હતી. વધુમાં વૃક્ષારોપણ કરીને તેમણે પર્યાવરણ સંરક્ષણ અંગે સૌને અપીલ કરી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other