નાણા રાજ્યમંત્રીશ્રીની સરળ અને સ્નેહપૂર્ણ શૈલીએ ઉચ્છલના ગ્રામજનોના દિલ જીત્યા

0
નાણા રાજ્યમંત્રીશ્રીની સરળ અને સ્નેહપૂર્ણ શૈલીએ ઉચ્છલના ગ્રામજનોના દિલ જીત્યા
Contact News Publisher

મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે માસૂમ દીકરીને વ્હાલથી ગોદમાં તેડી શૈક્ષણિક જીવનના શ્રીગણેશ કરાવ્યા

— 

શિક્ષણ જ પરિવાર અને સમાજની સ્થિતિ બદલશે : ઉચ્છલ ખાતે વાલીઓ સાથે મંત્રીશ્રીનો આત્મીય સંવાદ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪. :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે યોજાયેલો ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના સરળ અને સ્નેહપૂર્ણ વ્યવહારે સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.

 

આ કાર્યક્રમની સૌથી હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે બની જ્યારે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ એ એક નાનકડી માસૂમ દીકરીને વ્હાલપૂર્વક પોતાની ગોદમાં તેડી લીધી હતી. તેમણે દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા, તેનું મોં મીઠું કરાવ્યું અને હોંશે-હોંશે સ્કૂલ બેગ અર્પણ કરી તેના શૈક્ષણિક જીવનની શરૂઆત કરાવી હતી. મંત્રીશ્રીના આ વાત્સલ્યસભર અભિગમે ત્યાં ઉપસ્થિત સૌ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.

 

આ ઉપરાંત, મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનોની વચ્ચે જઈને વડીલની જેમ વાતચીત કરી હતી. તેમણે વાલીઓને સમજાવ્યુ કે, દીકરો હોય કે દીકરી વર્તમાન સમયમાં બાળકોને ભણાવવુ ખૂબ જ જરૂરી છે, કારણ કે શિક્ષણ જ આપણા પરિવાર અને સમાજની આર્થિક તેમજ સામાજિક સ્થિતિ બદલી શકે છે. વાલીઓએ પણ મંત્રીશ્રીની આ અદભુત અને સરળ શૈલીને બિરદાવીને પોતાના બાળકોને ભણાવવાનો સંકલ્પ લીધો હતો.

આલેખન – રોશન સાવંત

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other