ઉચ્છલ તાલુકામાં જનકલ્યાણ શિબિર યોજાઈ

સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન અને વિવિધ સેવાઓના લાભો અપાયા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 17. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા પ્રાથમિક શાળા ખાતે સેવા, સુશાસન અને વિકાસના 12 વર્ષની ઉજવણીના અવસરે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. શિબિર દરમિયાન નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી વિવિધ સેવાઓના લાભો અપાયા હતા.
ખાસ કરીને નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળ, ઝડપી અને પારદર્શક રીતે મળી રહે તે હેતુથી ‘સુગમ ડિજિટલ પોર્ટલ’ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અધિકારીઓ દ્વારા સુગમ પોર્ટલના ઉપયોગ, તેના ફાયદા તથા ઓનલાઈન સેવાઓનો લાભ કેવી રીતે લઈ શકાય તે અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.
આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
