Tea for Better Lives : From Field to Cup : 21 May, International tea day

0
International tea day 2026.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દર વર્ષે 21મી મેનાં રોજ ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’ ઉજવવામાં આવે છે. જેનો મૂળભૂત હેતુ ચાનાં ઉત્પાદન, વપરાશ અને વેપારનું આર્થિક-સામાજિક મહત્વ લોકો સુધી પહોંચાડવાનો છે. વિકાસશીલ દેશોમાં ચા ઉદ્યોગ લાખો પરિવારોની આજીવિકાનું પણ સાધન છે. બીજીતરફ ચા એટલે માત્ર પીણું નહીં, તે એક લાગણી છે, સંબંધ છે, સંસ્કૃતિ છે. નગર કે શહેરમાંની ચાની લારી કે દુકાન દુનિયાભરની નવાજૂની પર બેફિકર સમીક્ષા કરવાનું અનોખુ કેન્દ્ર છે. એક કપ ચાની ચૂસ્કીમાં હજાર વાતોની ચર્ચામાં વ્યસ્ત કેટલાંક વ્યક્તિઓ ઓલપાડ સુરત રોડ ખાતે કેમેરાની નજરે ચડ્યાં જે તસવીરમાં માલૂમ પડે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *