કુકરમુંડાના ચોખીઆમલી ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત વિશેષ સેવા કેમ્પ યોજાયો

0
Kukarmunda's chokhaambali village sharti aaba camp.
Contact News Publisher

૧૦૦થી વધુ લોકોએ યોજનાકીય માર્ગદર્શન મેળવી વિવિધ સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે મેળવ્યા

 

(મુકેશ  પાડવી દ્વારા, નિઝર) :  તા. ૨૧ :- ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તેમજ ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત ગત તા. ૨૦ મે, ૨૦૨૬ના રોજ કુકરમુંડા તાલુકાના પ્રાથમિક શાળા ચોખીઆમલી ખાતે વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો.

 

આ કેમ્પમાં જેમાં ઇટવાઈ, ઉમજા, ઝીરીબેડા, ડાબરીઆંબા, ચોખીઆમલીના ગામોના ૧૦૦થી વધુ લાભાર્થીઓએ પોતાના ગામ નજીક જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી તથા સેવાઓ મેળવી હતી.

 

કેમ્પ દરમિયાન આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ માતૃવંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન યોજના, જનધન યોજના, મુદ્રા યોજના તથા પીએમ વિશ્વકર્મા યોજના સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, દિવ્યાંગ સહાય યોજનાઓ, મિશન ઇન્દ્રધનુષ, ટીબી મુક્ત ભારત અભિયાન, સિકલ સેલ નાબૂદી અભિયાન તથા પોષણલક્ષી સેવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના સંકલનથી યોજાયેલા આ કેમ્પને ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *