તાપી જિલ્લામાં “સબસે દૂર, સબસે પહેલે” ના મંત્ર સાથે આદિમજૂથ સમુદાયો માટે વિશેષ સેવા કેમ્પો
તા. ૨૨મી મે ના રોજ તમામ તાલુકાઓમાં નિર્ધારિત સ્થળોએ કેમ્પ યોજાશે
—
ગામની નજીક જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો સીધો લાભ મળશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 21 :- ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અને ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ (પીએમ જન-મન) અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા. ૨૨ મે, ૨૦૨૬ ના વિશેષ સેવા કેમ્પોમાં સરકારી ઓળખપત્રો, રેશનકાર્ડ, જાતિના દાખલા અને ડોમિસાઈલ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત કાર્ડ, મિશન ઇન્દ્રધનુષ, ટીબી મુક્ત ભારત, સિકલ સેલ નાબૂદી અભિયાન અને પોષણલક્ષી યોજનાઓને આવરી લેવાશે.
આ અભિયાન અંતર્ગત “સબસે દૂર, સબસે પહેલે”ના સૂત્ર સાથે અંતરિયાળ ગામોમાં જ સરકારી સેવાઓ પહોંચાડવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સંબંધિત વિભાગોના સંકલનથી યોજાનારા આ કેમ્પોમાં લાભાર્થીઓને પોતાના ગામ નજીક જ વિવિધ યોજનાઓ માટે જરૂરી માર્ગદર્શન, નોંધણી અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ અભિયાનને અનુલક્ષીને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા. ૨૨.૦૫.૨૦૨૬ ના રોજ યોજાનારા કેમ્પોની વાત કરીએ તો,
વ્યારા તાલુકાનો કેમ્પ ડોલારા પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પેરવડ, મેઘપુર, આરકુંડ, સાંકળી, છીંડીયા, વેલ્દા, કરંજવેલ, કાટકુઈ, કપડવણ, લખાલી, ખુરદી, ઝાંખરી, ભુરીવેલ, ડોલીઉમર, રાણીઆંબા, મીરપુર, વાલોઠા, નાના સાતશીલા, ચીચબરડી, બીરબરા, વડપાડા, ઢોંગીઆંબા, છેવડી અને બરમાડા સહિતના ગામોને આવરી લેવાશે.
વાલોડ તાલુકામાં બુટવાડા પ્રાથમિક શાળા ખાતે નનસાડ, બુટવાડા, ઇનમા, સ્યાદલા, તીતવા અને શિકેર ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામોને આવરી લેવાશે
.
ડોલવણ તાલુકાનો કેમ્પ પીઠાદરા પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પીપલવાડા, ધાંગધર, કરંજખેડ, તકિઆંબા, બેસનીયા, પીઠાદરા, બરડીપાડા, કણધા ગ્રામ પંચાયતના તમામ સમાવિષ્ટ ગામોને આવરી લેવાશે.
સોનગઢ તાલુકાના ટાપરવાડા પ્રાથમિક શાળામાં યોજાનારા કેમ્પમાં મસાનપાડા, ઉમરદા, બોરપાડા, ધનમૈલી, ગુનખડી, આમલગુંડી, વાંઝાફળી, ચકવાણ સહિતના ગામોને આવરી લેવાશે.
ઉકાઈ તાલુકાનો કેમ્પ સિસોર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં ખેરવાડા, નિંદવાડા, ભટવાડા, લિબીં, સિંગલવાણ, સેરૂલા, સરજામલી ગામોને આવરી લેવાશે.
ઉચ્છલ તાલુકાનો કેમ્પ ખાબદા પ્રાથમિક શાળામાં યોજાશે. ખાબદા, બાબરઘાટ, ભિંતબુદ્રક, ભિંતખુર્દ, હરીપુર, સુંદરપુર, માણેકપુર, છાપટી, ચિખલી સહિતના ગામોના લાભાર્થીઓને આવરી લેવાશે.
કુકરમુંડા તાલુકાનો કેમ્પ પ્રાથમિક શાળા કુકરમુંડા (ફુલવાડી) ખાતે યોજાશે. જેમાં ફુલવાડી, ચિરમટી, આષ્ટા, મટાવલ ગામોને આવરી લેવાશે. નિઝર પ્રાથમિક શાળા ખાતે યોજાનારા કેમ્પમાં વેલદા, નિઝર, કોઠલી, મુબારકપુર, હરદુલી, વાંકા, અંતર્લી ગામોને આવરી લેવાશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત ગામોના આદિમજૂથ તથા આદિવાસી સમુદાયના તમામ ગ્રામજનો કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
