તાપી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠાની બેઠક યોજાઈ 

0
Tapi jilla purvatha bethak
Contact News Publisher

તમામ પેટ્રોલ પંપો પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગેસ સિલિન્ડરની ડિલિવરી પણ સમયસર 

પેટ્રોલિયમ, ગેસ એજન્સી અને ગુજરાત ગેસ કંપનીના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૧ – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે પેટ્રોલિયમ કંપની, ગેસ એજન્સીની કંપનીઓ તેમજ ગુજરાત ગેસ કંપનીના પ્રતિનિધિશ્રીઓ સાથે સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

 

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં પેટ્રોલિયમ અને રાંધણ ગેસનો પુરવઠો રાબેતા મુજબ સતત જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે જ જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તમામ જરૂરી સેવાઓ સુચારુ રૂપે મળી રહે તે બાબતે તેમણે ઉપસ્થિત કંપનીના પ્રતિનિધિઓ સાથે વિગતવાર પરામર્શ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

બેઠકમાં વધુમાં કલેક્ટરશ્રીએ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં પાઇપલાઇન ગેસ કનેક્શનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ગુજરાત ગેસ કંપનીના પ્રતિનિધિઓને તાકીદ કરી હતી. તેમણે આ કામગીરી વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલનમાં રહીને શહેરી વિસ્તારમાં સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ સાથે જ, સ્થાનિક હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ આ પાઇપલાઇન ગેસની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થાય તે માટે અનુરોધ કર્યો હતો.

 

કલેક્ટરશ્રી સમક્ષ ઇંધણના પુરવઠા અંગે ચિતાર રજૂ કરતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા કહ્યું કે, હાલ તાપી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની સ્થિતિ ખૂબ સારી છે, અને તમામ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ પૂરતો પુરવઠો સરળતાથી મળી રહ્યો છે.

 

કલેક્ટરશ્રી સમક્ષ ઇંધણના પુરવઠા અંગે ચિતાર રજૂ કરતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયાએ જણાવ્યું હતું કે, હાલ તાપી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તમામ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ પૂરતો પુરવઠો સરળતાથી મળી રહ્યો છે. તેમજ જિલ્લામાં ગેસ એજન્સીઓ દ્વારા ડોમેસ્ટિક અને કોમર્શિયલ એમ બંને પ્રકારના એલપીજી સિલિન્ડરની ડિલિવરી નિયત સમય મર્યાદામાં ડિલિવરી કરવામાં આવી રહી છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *