તા. ૨૧મી મે ના રોજ તાપીના તમામ તાલુકાઓમાં નિર્ધારિત સ્થળોએ વિશેષ સેવા કેમ્પ યોજાશે
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન – તાપી જિલ્લો
—
નાગરિકોને એક જ સ્થળે અનેક યોજનાઓ અને સેવાઓનો લાભ મળશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 20 :- ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તેમજ ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત તાપી જિલ્લામાં આદિવાસી અને આદિમજૂથ સમુદાયોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી તા. ૨૧ મે, ૨૦૨૬ના રોજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિશેષ સેવા કેમ્પો યોજાશે.
આ અભિયાન અંતર્ગત “સબસે દૂર, સબસે પહેલે”ના સૂત્ર સાથે અંતરિયાળ ગામોમાં જ સરકારી સેવાઓ પહોંચાડવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સંબંધિત વિભાગોના સંકલનથી યોજાનારા આ કેમ્પોમાં લાભાર્થીઓને પોતાના ગામ નજીક જ વિવિધ યોજનાઓ માટે જરૂરી માર્ગદર્શન, નોંધણી અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેમ્પોમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ માતૃવંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન યોજના, પીએમ જનધન યોજના, મુદ્રા યોજના, પીએમ વિશ્વકર્મા યોજના સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, દિવ્યાંગ સહાય યોજનાઓ, મિશન ઇન્દ્રધનુષ, ટીબી મુક્ત ભારત અભિયાન, સિકલ સેલ નાબૂદી અભિયાન તથા પોષણલક્ષી સેવાઓનો પણ લાભ અપાશે.
આ અભિયાનને અનુલક્ષીને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા. ૨૧.૦૫.૨૦૨૬ ના રોજ યોજાનારા કેમ્પોની વાત કરીએ તો,
વ્યારા તાલુકાનો કેમ્પ કપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં કપુરા, માલોઠા, ખાનપુર, રૂપવાડા, છીરમા, શાહપૂર, મગરકૂઈ, ભોજપુરનજીક, દડકવણ, કસવાવ, ઉમરકુઇ, કેળકૂઇ, ઘેરીયાવાવ, જેસિંગપુરા, ખુટાડીયા, આંબીયા, બાલપુર, વાંદરદેવી, ધાટ, કણજા, રામકુંવા, બામણામાળનજીક ગામને આવરી લેવાશે.
વાલોડ તાલુકામાં રાનવેરી પ્રાથમિક શાળા ખાતે કુંભીયા, મોરદેવી, કણજોડ, ડુમખલ, કોસંબિયા, રાનવેરી, ભીમપોર, હથુકા ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામોને આવરી લેવાશે
ડોલવણ તાલુકાનો કેમ્પ અંધારવાડી દૂર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પલાસિયા, અંતાપૂર, અંધારવાડીદૂર, કલમકુઇ, હરીપુરા, આમણિયા, પાટી, પંચોલ ગ્રામ પંચાયતના તમામ સમાવિષ્ટ ગામોને આવરી લેવાશે.
સોનગઢ તાલુકાના જામખડી પ્રાથમિક શાળામાં યોજાનારા કેમ્પમાં ગોપાલપુરા, વડપાડા પ્ર ટોકરવા, ભરારડા, સાદડવેલ, કણજી મેઢા, હિંદલા, શ્રાવણિયા, ખડી ગામોને આવરી લેવાશે.
ઉકાઈ તાલુકાનો કેમ્પ સિસોર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં સિસોર, જમાપુર, ઘાસિયામેઢા, પાંચપીપલા, બેડી, વાઝરડા, વેલઝર, ચિખલી ભેંસરોટ, ધજાંબા, બેડવાણ પ્ર ભેંસરોટ, આમલી, ભાણપુર ગામોને આવરી લેવાશે.
ઉચ્છલ તાલુકાનો કેમ્પ મોહીની પ્રાથમિક શાળામાં યોજાશે. ફુલઉમરાણ, ગવાણ, કરોડ, સેવટી, મોહીની, વડગામ, ચંદાપુર, વાધસેપા મોટા ગામોના લાભાર્થીઓને આવરી લેવાશે.
કુકરમુંડા તાલુકાનો કેમ્પ પ્રાથમિક શાળા રાજપુર ખાતે યોજાશે. જેમાં મોરંબા, તોરંદા, કેવડામોઈ, મેઢપુર, બાલંબા, મોદલા, રાજપુર ગામોને આવરી લેવાશે. લક્ષ્મીખેડા પ્રાથમિક શાળા ખાતે યોજાનારા
નિઝર તાલુકાના કેમ્પમાં ભીલજાંબોલી, ભિલભવાલી, આડદા, બોરદા, ખોડદા ગામોને આવરી લેવાશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત ગામોના લાભાર્થીઓને કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
______________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
