ડોલવણના ધંતૂરી ખાતે ‘ધરતી આબા જનભાગીદારી અભિયાન’ અંતર્ગત ૬૧૮ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા
રેશન-આધાર અપડેટ, પોષણ, વયવંદના તેમજ ખેડૂત સહાય યોજનાઓનો ગ્રામજનોને સીધો લાભ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 20 :- તાપી જિલ્લાના આદિજાતિ સમુદાય તથા આદિમજુથોના સર્વાંગી વિકાસ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ ઉપલબ્ધ કરાવવાના આશય સાથે ૨૫મે, ૨૦૨૬ સુધી ‘ધરતી આબા જનભાગીદારી અભિયાન’ હાથ ધરાયો છે. જેમાં ડોલવણ તાલુકાના ધંતૂરી ખાતે યોજાયેલા કેમ્પમાં ધંતૂરી, રામપુરા દુર, રેંગણ કચ્છ પાલાવાડી, માંગલીયા, ધામણદેવી, ગારવણ અને ચાકધરા ગ્રામ પંચાયતના તમામ સમાવિષ્ટ વિસ્તારોને આવરી લેવાયા હતા.
આ કેમ્પમાં કુલ ૬૧૮ જેટલા ગ્રામજનોએ સરકારી સેવા તથા વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કેમ્પ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ નવી અરજીઓ મળી હતી અને આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, કેમ્પ દરમિયાન ૮ લાભાર્થીઓની અરજી સ્વીકારી આધાર અપડેશન તથા નવા આધાર સંબંધિત કામગીરી કરાઈ હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan) અંતર્ગત ૧૧ ખેડૂતોની અરજીઓનો સ્થળ પર નિકાલ કરી તેમને યોજના સાથે સાંકળવામાં આવ્યા હતા. આંગણવાડી ક્ષેત્રે કુપોષિત બાળકો અને માતાઓને પોષણ કીટ વિતરણ અંતર્ગત ૨ લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી હતી.
કેમ્પમાં સામાજિક સુરક્ષા હેઠળ વયવંદના યોજનાના ૩ લાભાર્થીઓ, ૧ લાભાર્થીને જાતિનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડ સંબંધિત ૩ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. ઘરવપરાશ માટે વીજ જોડાણ અંતર્ગત ૮ પરિવારોની અરજીઓ મંજૂર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
ગ્રામજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે ડાયાબિટીસ સ્ક્રીનિંગ અંતર્ગત સૌથી વધુ ૭૬ લોકોની તપાસ સ્થળ પર કરવામાં આવી હતી. આ ઉપરાંત આયુષ્માન ભારત કાર્ડ યોજના હેઠળ ૨ નવા કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
અભિયાનના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે કેમ્પના સ્થળે હોર્ડિંગ્સ, પોસ્ટર્સ અને બેનર્સ દ્વારા લોકોને યોજનાઓથી માહિતગાર કરાયા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
