તાપી જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
૨૦ જૂન સુધી કરી શકાશે ઓનલાઇન અરજી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 20 :- તાપી જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત (iKhedut) પોર્ટલ તા. ૨૦/૦૫/૨૦૨૬ થી તા. ૨૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લું રહેશે. જિલ્લાના મહત્તમ ખેડૂતો આ સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરી યોજનાઓનો લાભ લે તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.
આ યોજનાઓ અંતર્ગત બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઇઝોમેટિક પાકો (આદું, હળદર) ને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફીલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેન્ડ) સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૨૦/૦૫/૨૦૨૬ થી આગામી ૨૦ દિવસ સુધી જ ખુલ્લું રાખવામાં આવ્યું છે.
યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરતી વખતે નિયમ મુજબના તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન અરજી સફળતાપૂર્વક કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને ખેડૂતોએ સાચવી રાખવાની રહેશે. વહીવટી મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ અરજીની સહી કરેલી નકલ તથા જરૂરી તમામ સાધનિક કાગળો કચેરીએ જમા કરાવવાના રહેશે.
ખેડૂતોએ આ દસ્તાવેજો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં. ૧૨, બીજો માળ, પાનવાડી, વ્યારા, જિ. તાપી – ૩૯૪૬૫૦ ના સરનામે પહોંચાડવાના રહેશે. આ અંગે વધુ માહિતી કે મૂંઝવણ માટે ખેડૂતો કચેરીના ઈ-મેલ ddhtapi@gmail.com અથવા ફોન નંબર ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ પર સંપર્ક કરી શકશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
