તાપીમાં તા. ૧૮ થી ૨૫ મે સુધી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન
આદિમજૂથ લાભાર્થીઓને પાયાની સુવિધાઓ અને યોજનાકીય લાભો સ્થળ પર જ અપાશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 18 :- તાપી જિલ્લામાં ૧૮મી મેથી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અને પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાનનો પ્રારંભ થયો છે, જે તા. ૨૫ મે, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય આશય આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ પૂરો પાડવાનો છે.
આ અભિયાન અંતર્ગત આવાસ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, વીજળીકરણ, આરોગ્ય, સેનિટેશન, પોષણ અને આજીવિકા ઉપરાંત, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, જનધન બેંક ખાતા અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી વિવિધ યોજનાકીય સહાય તથા સેવા પૂરી પાડવામાં આવશે.
આ અભિયાનને અનુલક્ષીને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા. ૧૯.૦૫.૨૦૨૬ ના રોજ યોજાનારા કેમ્પોની વાત કરીએ તો,
વ્યારા તાલુકાનો કેમ્પ ઉંચામાળા પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે. જેમાં ઉંચામાળા, ઘાટા, ઉમરકુવા, કાટીસકુવાદુર, વાંસકુઈ, ડુંગરગામ, ખોડતળાવ, કણજા, કાળાવ્યારા, બેડકુવાદુર, ચાંપાવાડી, વાઘપાણી, સાદડવાણ, કાડીસકુવાનજીક, ચીખલવાવ, કટાસવાણ, ચીખલી, વીરપુર, તાડકુવા, સરકુવા, બેડકુવાનજીક, ઇન્દુ, રામપુરાનજીક, લીમડદા અને વડકુઈ ગામોના લાભાર્થીઓને આવરી લેવાશે.
સોનગઢ તાલુકાનો કેમ્પ મલંગદેવ ગ્રામ પંચાયત ખાતે યોજાશે. જેમાં વિરથવા, મલંગદેવ, ચીમર, માલ, ધુસરગમ, ઓટા, પહાડદા, ભોરથવા અને સાદડૂન જેવા ગામોને આવરી લેવામાં આવશે.
વાલોડ તાલુકાનો કેમ્પ અંબાચ પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં અંબાચ, દેગામા, વેડછી, નાલોઠા અને ગોલણ ગ્રામ પંચાયત હેઠળના ગામોનો સમાવેશ કરાશે.
ડોલવણ તાલુકાનો કેમ્પ ડોલવણ પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે. જેમાં બેડા રાયપુરા, ઉંમરકચ્છ, બેડચિત, ઘાણી, કલકવા, ગડત, ઉમરવાવ નજીક અને ગાંગપુર ગ્રામ પંચાયત હેઠળના તમામ ગામોને આવરી લેવામાં આવશે. નિઝર તાલુકાનો કેમ્પ પ્રાથમિક શાળા સાયલા ખાતે યોજાશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
