રાજકીય સફરનાં પ્રથમ ડગલે સફળતા હાંસલ કરનાર કિરીટ પટેલનું સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાની શિક્ષક તરીકેની ફરજ વય મર્યાદાને લીધે પૂર્ણ થતાં જન હિતાર્થે તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં ઓલપાડ તાલુકા પંચાયતની મુળદ સીટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી. પોતાનાં સ્વભાવ મુજબ સેવાની મશાલ સતત પ્રજ્વલિત રાખનાર કિરીટભાઈ તથા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પર મુળદની જનતાએ વિશ્વાસ મૂકી તેમને જીત અપાવી. રાજકીય સફરનાં પ્રથમ ડગલે જ સફળતા હાંસલ કરનાર કિરીટભાઈ પટેલને કેશરકુંજ, સુરત ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પુષ્પહાર પહેરાવી વિજયનાં વધામણાં આપ્યા હતાં. આ પ્રસંગે સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત જિલ્લા તથા તાલુકા ઘટક સંઘનાં હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે સૌએ તેમની રાજકીય તથા સામાજિક હરણફાળ અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
