ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર

0
IMG-20260502-WA0001
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26 ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ આજરોજ તા. 02/05/2026 નાં રોજ શાળા કક્ષાએ જાહેર કરવામાં આવ્યું. જે અંતર્ગત સવારે શાળાઓમાં સવારે 8:00 થી 11:00 કલાક દરમિયાન શાળાનાં આચાર્ય તથા શિક્ષકો દ્વારા બાળકોને ગુણપત્રક સાથે પ્રગતિપત્રક એનાયત કરવામાં આવ્યા હતાં. શિક્ષણ વિભાગનાં પરિપત્ર મુજબ શાળાઓમાં ઉનાળુ વેકેશન 4 મે 2026 થી શરૂ થશે અને 7 જૂન 2026 નાં રોજ પૂર્ણ થશે. કુલ 35 દિવસનાં વેકેશન બાદ શાળાઓ 8 જૂન 2026 ને સોમવારનાં રોજ રાબેતા મુજબ ખુલશે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *