તાપી જીલ્લાનું ગૌરવ : ઉચ્છલના અંકુરભાઈ સુખલાલભાઈ વસાવાને Ph.d.ની ડિગ્રી એનાયત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા જાહેર કરાયેલ પીએચ.ડી. નોટિફિકેશન નં. 3202 અનુસાર ઉચ્છલ તાલુકાના અંકુરભાઈ સુખલાલભાઈ વસાવાને અર્થશાસ્ત્ર વિષયમાં ડોક્ટર ઓફ ફિલોસોફી (Ph.D.) ની પદવી માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે “પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટરશેડ મેનેજમેન્ટનું કૃષિ ઉત્પાદકતામાં યોગદાન : તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ અને વાલોડ તાલુકાના સંદર્ભમાં એક આર્થિક અભ્યાસ” વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું. આ સંશોધન કાર્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પી.પી. ચૌધરી આર્ટ્સ એન્ડ શ્રી એમ.કે.ડી. શાહ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ડૉ. આશિષ બી. નાયકના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું.
યુનિવર્સિટીના બોર્ડ ઓફ એક્ઝામિનર્સની ભલામણ અને વાયવા-વોસે પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ કુલપતિશ્રીએ તેમને પીએચ.ડી. પદવી એનાયત કરવા મંજૂરી આપી છે.
અંકુરભાઈ વસાવાની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ પરિવારજનો, મિત્રો, માર્ગદર્શક શિક્ષકો તેમજ સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી છે. વિવિધ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
