બીઆરસી ઓલપાડ દ્વારા ગુજરાત રાજ્ય સ્પેસિફિક ફાઉન્ડેશનલ સ્ટેજનાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 નાં શિક્ષકોની HPC અંગે તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : 360° સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાઉન્ડેશનલ સ્ટેજનાં હોલિસ્ટીક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવા માટે NCF-FS 2022 તથા SCF-FS 2024 માં HPC (Holistic Progress Card) અંગે આપેલ ભલામણોને ધ્યાનમાં રાખીને બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની શાળાઓમાં કાર્યરત બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 નાં તમામ શિક્ષક ભાઈ-બહેનોની તાલીમ યોજવામાં આવી હતી.
સદર તાલીમ અંગે વધુ માહિતીમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020-મુદ્દા 4.35 અંતર્ગત વિદ્યાર્થીનાં સર્વાગી વિકાસ માટે મૂલ્યાંકન કરવા માટે 360 ડિગ્રી Holistic Progress Card તૈયાર કરવા માટેની ભલામણ કરવામાં આવેલ છે, જેમાં શિક્ષક દ્વારા મૂલ્યાંકનની સાથે સ્વ-મૂલ્યાંકન, સહપાઠી મૂલ્યાંકન અને તેમાં માતાપિતાની સહભાગીદારી વધારવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે.
NCF-FS-2023 તથા 360 ડિગ્રી મૂલ્યાંકન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 થી ફાઉન્ડેશનલ સ્ટેજનાં બાલવાટિકા તેમજ ધોરણ 1-2 માં હોલીસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનું અમલીકરણ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તજજ્ઞો એવાં ઇલાબેન મહીડા (BRP નિપૂણ), તેજસ નવસારીવાલા (CRC સાંધિયેર), આશા ગોપાણી (CRC માસમા), અશોક પટેલ (CRC કીમ), રેશ્મા પટેલ (CRC મુળદ), હીના પટેલ (કંથરાજ પ્રા.શા.), પારૂલ પટેલ (પરીયા પ્રા.શા.), હેતલ ચૌધરી (ઉમરાછી પ્રા.શા.) તથા હેમલતા પરમાર (કઠોદરા પ્રા.શા.) એ સમજણપૂર્વકની વિગતવાર માહિતી પ્રદાન કરી હતી. આ તકે તાલીમાર્થીઓને મૂંઝવતાં પ્રશ્નોનું પરસ્પર ચર્ચા દ્વારા નિરાકરણ લાવવાનાં સંતોષકારક પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
