તત્વમસિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તત્વમસિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા મહિલા સશક્તિકરણ અંગે જનજાગૃતિનો કાર્યક્રમ ડોલવણ તાલુકાના કાકડવા ગામ ખાતે મહિલા અને બાળ વિકાસની કચેરી તાપી તેમજ બેંક ઓફ બરોડા પ્રાયોજીત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન તાપીના સહયોગથી કરવામાં આવ્યો. મહિલાઓ-બાળકોના શિક્ષણ, સ્વરોજગાર,સુરક્ષા માટે ચાલતી સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સહાયકેન્દ્રો અંગે વિગતવાર માહિતી ટ્રસ્ટનાં સંસ્થાપકશ્રી હિરેનભાઇ ચૌધરી, દીપ્તેશભાઇ ગામીત, મહિલા અને બાળ વિભાગથી કલ્પનાબેન ગામીત, નલીનીબેન ચૌધરી, નિલમબેન, બેંક ઓફ બરોડામાંથી અનિલભાઇ ગામીત, આશિષભાઇ ચૌધરી દ્વારા ગ્રામજનોને આપવામાં આવી હતી. આ સેમિનારનાં સફળ આયોજનમાં કાકડવા ગામનાં વિકાસશીલ સરપંચશ્રી ધર્મેશભાઇ ચૌધરીનો વિશેષ સહયોગ રહ્યો.
આજનાં મહિલાસશક્તીકરણનાં કાર્યક્રમમાં કાકડવાનાં ઉપસરપંચશ્રી કાર્તિકભાઇ, પંચાયતના સભ્યોશ્રી અનિલભાઇ, યોગેશભાઇ, સંજયભાઇ, ગ્રામજનો, નારી-શકિત ઉત્સાહભેર સહભાગી થયેલ હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
