તાપી 108 દ્વારા અતિ જોખમી સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવાઈ

0
IMG-20260121-WA0006
Contact News Publisher

સિવિલ વ્યારા ift ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વાલોડના પુલ ફળિયાના વતની નો પ્રેગનેન્સીનો કેસ જે જનરલ હોસ્પિટલ વ્યારામા દાખલ હતું, જેને વધુ સારવાર અર્થે સિવિલ સુરત હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી ,જેથી આ પ્રેગનેન્સી કેસ સિવિલ વ્યારા ift 108 ને કેસ મળ્યો હતો.
કરિશ્મા અમજદ શેખ નામની મહિલા અતિ જોખમી પ્રેગનન્સી હોવા ના કારણે (ખેસ,BP વધારે) સગર્ભા ને જનરલ હોસ્પિટલ વ્યારા થી સિવિલ સુરત ખસેડવામાં આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધન ની તૈયારી કરી ને ઇએમટી શિવાંગીની બારીયા અને પાયલોટ વિજય ગામીત એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ૧૦૮ દ્વારા પહોંચાડવા માં આવ્યા.
દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી સિવિલ વ્યારા ift 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઉઉઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other