ઉચ્છલ તાલુકામાં રૂ. ૮.૦૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

0
IMG-20260102-WA0016
Contact News Publisher

મંત્રીશ્રીએ રૂ. ૨.૫૫ કરોડના જૂની કાચલી, મોહીની, નવા વડગામ અને સેવટી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું

શિક્ષણની સાથે રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓનું કર્યું ખાતમુહૂર્ત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 02. :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે શુક્રવારે ઉચ્છલ તાલુકામાં રૂ. ૮.૦૬ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ તથા પાયાની સુવિધાઓ મજબૂત બનાવવામાં પ્રતિબદ્ધ છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે, અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ અમારી પ્રાથમિકતા છે. નવા ઓરડાઓ-શાળા બનવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે.

મંત્રીશ્રી ગામીતે, ઉચ્છલ તાલુકામાં રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે લાલમાટી (સુંદરપુર) એપ્રોચ રોડ, રૂ. ૩૧.૫૦ લાખના ખર્ચે બાબરઘાટથી આમલાન રોડ, રૂ. ૬૦ લાખના ખર્ચે બાબરઘાટ ફાટાથી મૌલીપાડા રોડ, રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે છાપટી ગામના બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં પાતાલ કુવા થઈને કમલાપુરના સ્મશાનને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ, રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે વડપાડા નેશુ ગામથી ફીલીપભાઈના ઘર સુધી રોડ, રૂ. ૬૦ લાખના ખર્ચે નારણપુર ગામે લાઈબ્રેરીનું કામ, રૂ. ૮૦ લાખના ખર્ચે કરોડ પટેલ ફળીયાથી બેડાપાણી તળાવને જોડતો રસ્તાનું કામ તેમજ રૂ. ૩૪.૬૦ લાખના ખર્ચે ગવાણ વિલેજ સરકારી શાળાથી સાગ ફળીયા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

નોંધનીય છે કે, મંત્રીશ્રીએ તાલુકામાં શિક્ષણ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંદાજિત રૂ. ૨.૫૫ કરોડનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે મોહીની પ્રાથમિક શાળામાં નિર્મિત ૬ નવા ઓરડા, રૂ. ૮૯.૭૨ લાખના ખર્ચે નવા વડગામ પ્રાથમિક શાળામાં ૪ ઓરડા, જૂની કાચલી પ્રાથમિક શાળાના ૨ ઓરડા તથા રૂ. ૧૯.૯૩ લાખના ખર્ચે સેવટી પ્રાથમિક શાળામાં નિર્મિત ૧ ઓરડાનું લોકાર્પણ કર્યું હતું. સુવિધાયુક્ત શાળાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

આ સાથે મંત્રીશ્રીએ કુલ મળીને રૂ. ૮૦૬. ૩૩ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગ્રામજનોને વિકાસની ભેટ અર્પણ કરી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other