સોનગઢના માધવ આશ્રમ શાળા, દેવલપાડા ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નવનિર્મિત કુમાર છાત્રાલયનું લોકાર્પણ

0
IMG-20251228-WA0003
Contact News Publisher

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ દાતાશ્રી જનકભાઈ મરોલીયા અને શ્રીમતી મરોલીયાના હસ્તે કરાયું લોકાર્પણ

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શૈક્ષણિક સુવિધાને કેન્દ્રમાં રાખનારા દાતાશ્રીઓની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત દેવલપાડાની માધવ આશ્રમશાળા ખાતે રવિવારે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ દાતાશ્રી જનકભાઈ મરોલીયા અને શ્રીમતી મરોલીયાના હસ્તે અંદાજિત રૂ. ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ શ્રીમતી શારદાબેન શાંતિલાલ મરોલીયા કુમાર છાત્રાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ ભાર આપ્યો છે. રાજ્ય સરકારે પણ સમાજના પ્રત્યેક બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધા મળે તે માટે પરિણામલક્ષી કામગીરી કરી છે, ત્યારે અહીં વર્ષ ૧૯૮૫ થી પ્રારંભાયેલી આશ્રમ શાળામાં સરકારની સાથે દાતાઓશ્રી દ્વારા જેવી રીતે અનુદાન આપીને શૈક્ષણિક સુવિધા ઉભી કરાઈ છે તે બદલ મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની હરહંમેશ ચિંતા કરી છે. દાતાઓએ પણ બહાર વિદેશોમાં હોવા છતાં અહીંના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સરકારને જે સહકાર આપી રહ્યાં છે તે પ્રસંશનીય છે.

નોંધનીય છે કે, સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ નવસારી દ્વારા નિર્માણ થયેલ આ કુમાર છાત્રાલય ભવન સેવાભાવી દાતાઓશ્રીઓના ઉદાર દાનથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીઓના યોગદાનને ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું. તેમજ તેમની સેવાભાવનાને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોએ જયશ્રી દેવલીમાડીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.

આ અવસરે પૂર્વ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ ગામીત, જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, અગ્રણીશ્રી વસંતભાઈ ગામીત, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, દાતા સર્વશ્રીઓ રણછોડભાઈ દેત્રોજા, સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કાંતિ પરચોટિયા, અગ્રણીશ્રી યોગેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ દેસાઈ, પરેશભાઈ રાઠોડ, દેવકરણભાઈ આદ્રોજા, ચંદુભાઈ ગડારા, અન્ય મહાનુભાવો, આશ્રમશાળાના સંચાલકો, અન્ય દાતાશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other