માંગરોળ : પીપોદરા ગામે એક યુવકને ઢોર મારમારી કરાયેલું ફાયરીંગ, મામલો પોલીસ મથકે, સમગ્ર ઘટના CCTV માં કેદ

0
IMG-20200608-WA0023
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે એક યુવકને ઢોર મારમારી એનાં ઉપર ફાયરીંગ કરાયા હોવાનો બનાવ બનવા પામ્યો છે.

પીપોદરા ગામે એક યુવકને ખેતરમાં લઈ જઈ એને ધોરમારમારી એનાં ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનો બનાવ બનવા પામ્યો છે .આ આખેઆખી ઘટનાં નજીકમાં આવેલી એક કંપનીનાં સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થવા પામી છે, ફાયરીંગ કરાતાં ગોળી યુવકના થાપાનાં ભાગે વાગી પસાર થઈ ગઈ હતી,ઇજા ગ્રસ્ત યુવકને સારવાર આપી, એને કોસંબા પોલીસ મથક ખાતે લઈ જવાતા ત્યાં આ યુવકે પોતાની સાથે જે ઘટનાં બની છે, એ અંગે ફરિયાદ આપી છે, કોસંબા પોલીસે યુવકની ફરિયાદ લઈ આ બનાવ પ્રશ્ને તપાસ શરૂ કરી છે, બનાવ કયા કારણસર બન્યો, ફાયરીંગ કેમ કરવામાં આવ્યું ? ફાયરીંગ કોણે કર્યું વગેરે પ્રશ્નો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *