તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ બાલપુર અને રાણીઆંબા ગામની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું 

0
તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ બાલપુર અને રાણીઆંબા ગામની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું 
Contact News Publisher

ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ અને ગ્રામ્ય સુવિધાઓની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દેવ ચૌધરી 

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 22 :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ બુધવારે વ્યારા તાલુકાના બાલપુર અને રાણીઆંબા ગામની મુલાકાત લઈ સરકારી યોજનાઓના અમલીકરણ, વહીવટી કામગીરી અને વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી.

 

આ દરમિયાન ગ્રામ પંચાયત, ઉચ્ચતર માધ્યમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, સરકારી પુસ્તકાલય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ગ્રામજનોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

 

આ તકે, કલેક્ટરશ્રીએ સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે અને જાહેર સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શાળાઓમાં ચાલી રહેલા શિક્ષણકાર્યની ગુણવત્તા ચકાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો સાથે સંવાદ સાધી તેમને મળતા પોષણક્ષમ આહાર, દૂધ સંજીવની યોજના અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી, તેમજ બાળકોના પોષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવા સંબંધિત કર્મચારીઓને સૂચનાઓ આપી હતી.

 

આ ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા અને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને સુદ્રઢ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

ગ્રામ પંચાયત અને સરકારી પુસ્તકાલયની મુલાકાત દરમિયાન વહીવટી કામગીરી તથા ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *