કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘તાપી ડિસ્ટ્રીક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી’ ની બેઠક યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.22 :- તાપી જિલ્લામાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાધામો ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓનો વિસ્તાર કરવાના આશયથી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી’ ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લાના વિવિધ પ્રવાસન અને ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાધામો ખાતે ચાલી રહેલા વિકાસકામો, જરૂરી મંજૂરીઓ તેમજ નવા પ્રવાસન સ્થળો વિકસાવવાની શક્યતાઓ સંદર્ભે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ તકે તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરી ઝડપી બનાવવા રચનાત્મક સૂચનો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ તેમજ જિલ્લા પ્રવાસન સમિતિના સભ્યો, સંબંધિત વિભાગોના અધિકારીઓશ્રીઓ,પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
●●●
