ઉમરપાડા સીઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી નદીનાળા છલકાયા

0
20200606_182753
Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના મથક સહિત વાડી અને કેવડી વિસ્તારમાં સિઝનના પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં કેવડી અને ઉમરપાડાના બજારમાં પાણી ભરાયા હતા. આજે બપોરે અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પવન ફૂંકાવાની સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો ઉમરપાડા તાલુકા મથક ના પ્રવેશ દ્વાર પાસે ના ગરનાળા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો હતો નજીકના વેપારી મથક કેવડી ગામમાં સતત બે કલાક સુધી અવિરત વરસાદ ચાલુ રહેતા નાળા પાણીથી છલકાઈ ગયા હતા તાલુકાના નસારપુર વાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો ઉમરપાડા તાલુકાની બે મુખ્ય નદીઓ વીરા નદી અને મોહન નદીમાં જાણે પુર આવ્યા હતા જેના કારણે ઠેર ઠેર નદી-નાળાઓ ઉપર પાણી ભરાતા અવર-જવર બંધ થઈ જવા પામી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *