જળ સંચય માટે આગોતરા આયોજન ઉપર ભાર મુકતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ

0
Screenshot_20240903_174130_WhatsApp
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૩: વહી જતા વરસાદી પાણીના યોગ્ય સંગ્રહ અને સુવ્યવસ્થિત આયોજન ઉપર ભાર મુકતા ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના કેમ્પસમાં બનાવેલ, વોટર રીચાર્જ સ્ટ્રક્ચરનું જાત નિરીક્ષણ કરતા શ્રી પટેલે, જળ સંચય માટે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે તેમ જણાવતા, ભવિષ્યના સંકટને પહોંચી વળવા માટે આગોતરા આયોજન અને સુચારૂ જળ વ્યવસ્થાપન બાબતે સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other