પ્રજાજનોમાં અનોખી લોકચેતના જગાવતા, ડાંગ જિલ્લાના વેપારી મથક એવા વઘઇ ખાતે ‘તિરંગા યાત્રા’ યોજાઈ
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ભાજપાના જિલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી દિનેશભાઈ ભોયે, કાર્યકરો સર્વશ્રી બીપીનભાઈ રાજપૂત, સુરેશભાઈ કાંજીયા, પંકજભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, રંજીતાબેન સહિત તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિકારીશ્રી, વન અધિકારીશ્રી સહિત ડાયેટના પ્રાચાર્યશ્રી, તાલુકા/જિલ્લાના અધિકારી, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વઘઇના નગરજનો તથા પોલીસ અને ફોરેસ્ટ ફોર્સના જવાનો વિગેરેએ આ ‘તિરંગા યાત્રા’માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વઘઇ સ્થિત તાલુકા સેવા સદન ખાતેથી પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે પ્રારંભાયેલી આ ‘તિરંગા યાત્રા’ વઘઇના મુખ્ય માર્ગો પર થઈ, વઘઇ સર્કલ ખાતે ગાંધી ઉદ્યાનમાં મહાત્માની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે તાલુકા સેવા સદન ખાતે પરત ફરી હતી.
–
