ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

0
IMG-20240812-WA0013
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સિંહ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય ડૉ. ધર્મેશ પટેલે બાળકો સાથે સિંહ સહિત જુદા જુદા પ્રાણીઓ વિષયક ગોષ્ઠિ યોજી તેમની કૂતુહલતા સંતોષી હતી. પ્રાણીઓ આપણા મિત્ર છે જે વાત તેમણે ઉદાહરણ સાથે સમજાવી હતી. આ પ્રસંગે બાળકો પ્રાણીઓનાં મુખોટા પહેરી અભિનયગીત સાથે ઝૂમ્યા હતાં. અંતમાં સૌએ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ તથા મિત્રભાવ રાખવાનાં પ્રણ લીધાં હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other