તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી થકી મતદાન જાગૃતિ ઝુંબેશ વેગવાન
Contact News Publisher
પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે જાગૃત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ :- તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડો.વિપિન ગર્ગના વડપણ હેઠળ નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવા વિવિધ સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તા. ૮ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ડોલવણ તાલુકાના અંતાપુર અને પલાસિયા ગામે તેમજ નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામ ખાતે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરીને મોટી સંખ્યામાં ગ્રામજનોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની હિસ્સેદારી નોંધાવવા ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓ દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા.
000
