વ્યારા પોલીસ સ્ટેશનના પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારા રેફરલ હોસ્પીટલ પાસેથી વ્યારા પો.સ્ટે. મા નોંધાયેલ પશુ હેરાફેરીના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- નામ દિવ્યેશભાઈ ગણેશભાઈ ચૌધરી ઉ.વ.૩૦ રહે.મંગાળીયા ગામ, કારપેટ ફળીયા, તા.ડોલવણ જી.તાપી ને તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી.તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈ તથા અ.પો.કો. અરૂણભાઈ જાલમસિંહ તથા પેરોલ ફર્લો સ્કોડ તાપીના અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈએ કામગીરી કરેલ છે.
