ઓલપાડની લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં ટ્રેક પેન્ટ અને ટીશર્ટનું વિતરણ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં દાનની સરવાણી વહી હતી. શાળાનાં સી.કે.જી. થી ધોરણ 8 માં અભ્યાસ કરતાં તમામ બાળકોને પૂજા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રી, કીમનાં આનંદભાઈ ઉપાધ્યાય તરફથી ટ્રેક પેન્ટ અને ટીશર્ટ દાનપેટે આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં દાતા આનંદભાઈ ઉપાધ્યાયનાં હસ્તે બાળકોને ટ્રેક પેન્ટ અને ટીશર્ટ વિતરીત કરવામાં આવ્યા હતાં. આ તકે બાળકોનાં ચહેરા ઉપર આનંદ જોવા મળ્યો હતો. અંતમાં શાળાનાં આચાર્ય મનિષ પટેલ તથા શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કરી પરમ કૃપાળુ પરમાત્મા, પૂજ્ય શ્રીમોટા તેમજ ઝીણાકાકાનાં ચરણોમાં પ્રાર્થના કરીને તેમની ઉત્તરોત્તર પ્રગતિ કાજે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.
