ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ સ્વ.દિલીપસિંહ ગોહિલને રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલનાં દુઃખદ અવસાનનાં પગલે રાજ્યભરનાં શિક્ષકોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
બદલીનાં પારદર્શક નિયમો, અસરકારક છઠ્ઠં પગાર પંચ, મહિલા શિક્ષિકાઓ માટે પ્રસુતિની રજાઓ જેવાં અનેક મોરચે લડતાં-લડતાં સંઘને મજબૂત બનાવી સૌને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપનાર સદગતનાં આત્માની શાંતિ અર્થે આજરોજ ઓલપાડ બી.આર.સી. ભવન ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષકો હર્ષદભાઈ ચૌહાણ અને ભરતભાઈ ટેલર સહિત અન્ય કર્મચારીઓએ ઊંડા શોકની લાગણી સાથે બે મિનિટ મૌન પાળી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજી તરફ સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો, બાળકો તથા જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ-મંત્રી તથા હોદ્દેદારોએ પણ આ સમાંતર કાર્યક્રમમાં જોડાઈને સદગતને શોકાંજલિ અર્પી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
