મતદારો માટે સંબંધિત મત વિસ્તારની મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તેની જાણકારી માટે ટોલ ફ્રી નં.૧૯૫૦ કાર્યરત

1
name
Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.13 આગામી ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ તાપી જિલ્લામાં પ્રથમ ચરણમાં એટલે કે તા.૦૧/૧ર/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે. આ કાર્યક્રમ મુજબ તાપી જિલ્લાના બે મત વિસ્તાર ૧૭૧-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગની વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.૦૧/૧૨/૨૦૨૨નાં રોજ પ્રથમ તબક્કામાં યોજાનાર છે. નાગરીકો માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારોનાં નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે ટોલ ફ્રી નં.૧૯૫૦ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આથી મતદારોને સંબંધિત મત વિસ્તારમાંની મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તેની જાણકારી માટે ટોલ ફ્રી નં.૧૯૫૦ પર સંપર્ક કરી જાણકારી મેળવી શકાશે. એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000000

About The Author

1 thought on “મતદારો માટે સંબંધિત મત વિસ્તારની મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તેની જાણકારી માટે ટોલ ફ્રી નં.૧૯૫૦ કાર્યરત

Leave a Reply to Govind padvi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Other