ડાંગ : કોંગ્રેસ દ્વારા GSTના કારણે મોંઘવારી વધારાનાં વિરોધમાં પ્રદર્શન
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ દ્વારા તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં વધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારસાહી ભાજપ સરકારમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તે બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઘ્વારા આજ રોજ આહવા મેન રોડ ફુવારા પાસે વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું હતું. ડાંગ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ મોતીલાલ ચૌધરી એઆઇ સીસી ડાંગ ના પ્રભારી મહેરદીન ખાન જિલ્લા મહામંત્રી મુકેશ પટેલ, મોહન ભોંયે કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, યુવા પ્રમુખ રાકેશ પવાર ,હરીશ ચૌધરી, ગમન ભોંયે, લતાનેન ભોંયે સીપી ગવળી સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈયો બહેનો હાજર રહ્યા હતા
