ડાંગ જિલ્લાના વઘઇ સાપુતારા માર્ગ માં નાનાપાડા આહેરડી ગામની વચ્ચે હિરો કંપનીના મોટરસાઈકલ ભરેલા કન્ટેનરને વીજલાઈન અડી જતા ભીષણ આગ લાગી જતાં ભારે અફરાતફરી મચી
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં સતત વાહનોથી ધમધમતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગુજરાત રાજ્યમાંથી હિરો કંપની ની મોટરસાઈકલ ભરી મહારાષ્ટ્ર તરફ જઇ રહેલા કન્ટેનર નંબર આર.જે/૦૯ જીબી/૬૦૨૫ ને નાનાપાડા આહેરડી ગામની વચ્ચે માર્ગ ઉપર થી જતી વીજલાઈનને કન્ટેનર અડી જતાં ભીષણ આગ લાગી હતી આગ લાગતા ની સાથે વઘઈ સાપુતારા માર્ગ પર બન્ને સાઈડે ટ્રાફિક જામ થઇ ગયો હતો થોડી જ વારમાં કન્ટેનરમાં આગની જ્વાળા ભભુકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ ઘટનાની જાણ સાપુતારા ફાયર બ્રિગેડ ને થતાં ફાયરબ્રિગેડની ટીમેં સ્થળ પર આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે આ બનાવને લઈને ડાંગ પોલીસ અને મામલતદાર સહિત ની ટિમ સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગના બનાવમાં કન્ટેનર સહિત કન્ટેનરની અંદર ભરેલ હિરો મોટરસાઈકલ ભળીને ખાખ થઇ જતાં ભારે નુકસાની થઈ હતી આ બનાવમાં ડ્રાઈવર અને ક્લિનર ને કરંટ લાગતા સારવાર માટે વઘઈ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવાયા હતા ડ્રાઈવરની હાલત ગંભીર જણાંતા વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા નું જણાઈ રહ્યું છે
