આહવા તાલુકા યુવા મોરચા દ્વારા આઝાદ હિન્દ ફોજના સ્થાપક વીર ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝજીની પૂણ્યતિથી નિમિત્તે સ્મારક પાસે પુષ્પાંજલી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો 

0
IMG-20210820-WA0003
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  વધઈ. તા. 19   વન પ્રદેશ ડાંગ જિલ્લા નું વડુમથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવા માં આવી હતી
ક્રાંતિકારી તેમજ આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝ જી ની પુણ્યતિથિ નિમિત્તે આહવા પ્રવાસીગૃહ સ્થિત સુભાષચંદ્ર બોઝ જી ના સ્મારક પાસે સાફસફાઈ તેમજ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં *આહવા ગામના સરપંચ તેમજ મહામંત્રી શ્રી ડાંગ હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત*,ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી હરિચંદભાઈ, શનીભાઈ સંજયભાઈ,વિપુલ ભાઈ,ડાંગ જિલ્લા યુવા મોરચા મહામંત્રી આઝાદસિંહ બઘેલ,અનુસૂચિત મોર્ચા પ્રમુખ પ્રવીણભાઈ,યુવા મોરચા પ્રમુખ આહવા જીગરકુમાર હિતેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી ના સર્વ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં
પુષ્પાંજલિનુ સફળ આયોજન આહવા તાલુકા યુવા મોરચાના ઉપપ્રમુખ જિગરભાઈ ચૌહાણ અને સિદ્ધુ ભાઈ નાયક તેમજ કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other