ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં અવસાન પામેલ વ્યક્તિઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી

0
IMG-20210607-WA0022
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોનાકાળમાં મોતને ભેટેલા વ્યક્તિઓનાં પરિવારજનોએ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી.

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન અનુસાર કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં ઉમરપાડા અને આજુબાજુના વિસ્તારના તેમજ દેશ અને દુનિયાના ઘણા વ્યક્તિઓના આ કોરોનાની મહામારીમાં દુઃખદ અવસાન થયા છે.આવા વ્યક્તિઓના પરિવારજનો પર આવી પડેલ દુઃખને કુદરત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં હતી.કોરોના કાળમાં મૃત્યુ પામેલ સર્વ ધર્મના લોકોની આત્માને શાંતિ મળે એવી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ,રામસિંહભાઈ, અશોકભાઈ,ભુપતભાઈ, સેમ્યુઅલ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other