કુકરમુંડાના ચિખલીપાડામાથી મળી આવેલ અજાણ્યા વૃધ્ધાને તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૧. તા.૧૯/૦૭/૨૬ ના રોજ કુકરમુંડાના ચિખલીપાડા ગામમાં એક અજાણ્યા વૃધ્ધ માજી મળી આવેલ જે અજાણ્યા વૃધ્ધા બાબતે ચિખલીપાડા ગામે રહેતા અજયભાઇ ભરતભાઇ પાડવીએ ૧૧૨ જન રક્ષક મોબાઇલને ફોન કરતા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત ૧૧૨ જન રક્ષકના ફરજ પરના માણસો અજાણ્યા વૃધ્ધાને કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના નામ સરનામા બાબતે લોકલ ભાષામાં પુછ-પરછ કરતા પોતે ભાષા સમજતા ન હોઇ અને માનસીક રીતે અસંતુલીત હોવાનું જણાઇ આવતા પો.ઇન્સ.શ્રીએ કુકરમુંડા તાલુકાના સરપંચોના વોટ્સ-એપ ગ્રુપમાં વૃધ્ધાનો ફોટો શેર કર્યો હતો, જે વૃધ્ધાનો ફોટો મહારાષ્ટ્ર ખાતે આમ્પ્યા દાદા ગ્રુપમાં શેર થતા મળી આવેલ અજાણ્યા વૃધ્ધા બાબતે તેમના દિકરાને જાણ થયેલકે, તેમના માતા કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે હોઇ પરંતુ તેઓ નંદુરબાર દવાખાનામાં દાખલ હોઇ જેથી તેમની માતાને કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતેથી લઇ આવવા માટે તેમણે તેમના માસીયાયભાઇને જાણ કરતા તેઓ તથા વૃધ્ધાની દિકરીઓ કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે જઈ મળી આવેલ વૃધ્ધાને પોલીસ સ્ટેશન ખાતે ચા નાસ્તો તથા જમવાનું જમાડી તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવી સરાહનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
(૧) આઇ.ડી. દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન, (૨) એ.એસ.આઇ. અમિતભાઇ સન્મુખભાઇ, (૩) અ.હેડ.કો. રવીભાઇહરીયાભાઇ, (૪) આ.પો.કો. કમલેશભાઇકિશનભાઇ, (૫) આ.પો.કો. નિલેશભાઇ રમાકાંત.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
